
નમસ્તે,
હું વર્ડપ્રેસ કોમ્યુનિટી તરફથી ચેતન પ્રજાપતિ છું.
આજે હું તમને બતાવવા માંગુ છું કે તમે તમારા પોતાના ફોટા પણ ડિરેક્ટરીમાં કેવી રીતે સબમિટ કરી શકો છો.
તે ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ મૈત્રીપૂર્ણ કોમ્યુનિટી પણ છે.
અત્યારે સુધી વર્ડપ્રેસ ફોટો ડિરેક્ટરી પાસે 12,949 ફોટા છે, જે સમગ્ર વિશ્વમાંથી મુક્તપણે સબમિટ કરવામાં આવ્યા છે.
પ્રારંભ કરવા માટે wordpress.org પર જાઓ અને Community અને Photo Directory માટેના વિકલ્પો પસંદ કરો.

એકવાર તમે તે કરી લો, પછી તમે આ સ્ક્રીન પર આવશો.
ઉપરના જમણા ખૂણામાં, તમે ત્યાં લૉગ ઇન અથવા રજીસ્ટર કરવાનું પસંદ કરશો.
wordpress.org માટે તમારા પોતાના યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
જો તમારી પાસે હજી સુધી કોઈ ખાતું નથી, તો તમારે પહેલા રજીસ્ટર કરવાની જરૂર પડશે. તે કરવું ખરેખર ઝડપી અને સરળ છે.

એકવાર લૉગ ઇન થઈ ગયા પછી, તમે તમારા પોતાના ફોટાનું યોગદાન આપવાનું પસંદ કરી શકશો. Contribute લિંક ઉપર ક્લિક કરો.

હવે, તમે તમારા પોતાના ફોટા સબમિટ કરવાનું શરૂ કરો તે પહેલાં, અમે તમને વિનંતી કરીશું કે, guidelines (માર્ગદર્શિકાઓ) અને FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો વાંચો.
માર્ગદર્શિકાઓ તમને ફોટાના પ્રકારનો ખરેખર સારો ખ્યાલ આપશે કે જે અમે મેળવવા માંગીએ છીએ અને તે પણ કે જે અમે નહીં મેળવીએ!
વારંવાર પૂછાતા પ્રશ્નો, ફોટો ડિરેક્ટરી વિશે થોડું માર્ગદર્શન આપશે.

તો ચાલો પ્રારંભ કરીએ!
તમારો પહેલો ફોટો અપલોડ કરવા માટે, choose file બટનનો ઉપયોગ કરીને તમારા કમ્પ્યુટર, હાર્ડ ડ્રાઇવ અથવા મોબાઇલ ફોનમાંથી એક પસંદ કરો.
પછી Alternative (વૈકલ્પિક) ટેક્સ્ટ ઉમેરો.
આ Alt. ટેક્સ્ટ શક્ય તેટલું વર્ણનાત્મક હોવું જોઈએ, કારણ કે તે દૃષ્ટિ વિનાના લોકોના લાભ માટે છે.

એકવાર તમે તે કરી લો તે પછી, તમારે તમામ બોક્સ પર ટિક કરીને લાઇસન્સિંગ અને ઉપયોગ સંબંધિત તમામ વિકલ્પોની પુષ્ટિ કરવાની જરૂર પડશે. આમ કરવાથી તમે સબમિટ બટન દબાવતા પહેલા સૂચિના દરેક મુદ્દાઓને તમારો સ્પષ્ટ કરાર આપી રહ્યા છો. તે પણ ખરેખર મહત્વનું છે!
તમારી ઈન્ટરનેટ કનેક્શન સ્પીડના આધારે તમારો ફોટો અપલોડ થવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ સામાન્ય રીતે બહુ લાંબો સમય લાગતો નથી.

તમારો ફોટો સબમિટ કર્યા પછી, તમને સબમિશન સ્ક્રીન પર લઈ જવામાં આવશે. તમે મોડરેશન માટે કતારમાં રહેલા ફોટા જોઈ શકો છો. ઉદાહરણ તરીકે અહીં ત્રણ ફોટા મૉડરેટરની રાહ જોઈ રહ્યા છે. તે તમે અત્યારે અહીં જોઈ શકો છો. કોઈપણ એક સમયે મૉડરેટરની રાહ જોતા પાંચ જેટલા ફોટા રાખવાનું શક્ય છે.
એકવાર તમારો ફોટો મૉડરેટર દ્વારા જોવાઈ જાય, પછી તમને એક ઈમેલ પ્રાપ્ત થશે જે તમને જણાવશે કે તે સ્વીકારવામાં આવ્યો છે અથવા નકારવામાં આવ્યો છે.
કૃપા કરીને અસ્વીકાર ઘટાડવા માટે સબમિશન માર્ગદર્શિકાને અનુસરો અને તેની ખાતરી કરો.

જ્યારે તમારી પાસે ડિરેક્ટરીમાં કેટલાક ફોટા સ્વીકારવામાં આવે છે, ત્યારે તમારી પાસે તમારા પોતાના ફોટોગ્રાફ્સ જોવા માટે Archive લિંક હશે.
તેઓ ગેલેરી ફોર્મેટમાં દેખાય છે. અહીં તમે મારા ફોટા જોઈ શકો છો.
અમે ખરેખર WordPress ફોટો ડિરેક્ટરીમાં વધુ લોકો તેમના ફોટાનું યોગદાન આપે તેની રાહ જોઈ રહ્યા છીએ, અને અમે ટૂંક સમયમાં તમારા તરફથી કેટલાક મેળવવાની રાહ જોઈ રહ્યા છીએ.